ભાભરના મીઠા ગામમાં શાળાઓ નજીક તમાકુ વેચતા 17 દુકાનદારો પકડાયા

ભાભરના મીઠા ગામમાં શાળાઓ નજીક તમાકુ વેચતા 17 દુકાનદારો પકડાયા

આરોગ્ય વિભાગ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડૉ.દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા  સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી નિચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના 100 મીટરની ત્રીજીયામાં તમાકુનું વેંચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા 17 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમનની ગાઈડ લાઈન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ 17 કેસ કરી 1700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કુવાળા આયુષ ઓફિસર ડો.નિકિતા પોરણિયા, પીએચસી હેલ્થ સુપરવાઈઝર ભીખાભાઇ પરમાર, લાખાભાઈ દેસાઈ, યોગેશભાઈ, લાલાભાઈ દેસાઈ, વિજયભાઈ કાળા, અરુણાબેન વગેરે જોડાયા હતાં.

Related Articles