પાટણમાં ટાઉનહોલ માટે રૂ.૧૬.૯૮ કરોડ અને સિધ્ધપુરના બે અંડર બ્રિજ માટે રૂ. ૫૦.૭૯ કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી

પાટણમાં ટાઉનહોલ માટે રૂ.૧૬.૯૮ કરોડ અને સિધ્ધપુરના બે અંડર બ્રિજ માટે રૂ. ૫૦.૭૯ કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી

પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સહિત નગર સેવકોએ મુખ્યમંત્રી નો આભાર વ્યકત કર્યો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો સ્તુત્ય અભિગમ અપનાવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી દ્રારા પાટણ શહેરમાં ટાઉનહોલ માટે રૂ. ૧૬.૯૮ કરોડ અને સિદ્ધપુરમાં બે નવીન  અંડર બ્રિજ માટે ૫૦.૭૯ કરોડની રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી દ્રારા સિદ્ધપુર નગરપાલિકાને કુલ બે રેલવે અન્ડર બ્રિજ માટે રૂ. ૫૦.૭૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટણ નગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૬.૯૮ કરોડ રૂપિયા ટાઉનહોલના નિર્માણ માટે ફાળવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો જનહિતકારી અભિગમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયેની આ નાણાં ફાળવણીમાં રાખ્યો હોય પાટણ અને સિધ્ધપુર માટે મુખ્યમંત્રી કરોડો રૂપિયાની રકમ ફાળવતા પાટણ અને સિધ્ધપુર બંન્ને નગર પાલિકાના પ્રમુખો સહિત નગરસેવકો એ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *