પોલીસે ૧૭૫૧૦ રોકડા અને ૮ મોબાઈલ સહિત કુલ રૂ.૪૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો: દિયોદર એ.એસ.પી. સુબોધ માનકર તથા તેમની ટીમે ભાભર શહેરમાં બાતમી આધારે ઓચિંતો દરોડો પાડતાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાઈ ગયા હતા અને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂ..૪૪૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરી ૧૨ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ભાભર શહેરના તિરૂપતિ માર્કેટમાં આવેલી મુતરડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં બાતમી આધારે રેડ કરી હતી. જેમાં ગંજી પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલા ૧૧ જુગાર શખ્સો ઝડપાઈ ગયા હતા અને ૧ શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે પકડેલા જુગારીયાઓની અંગ જડતી લેતા રૂ.૧૭૫૧૦/ રોકડ અને ૮ નંગ મોબાઈલ (કિંમત રૂ.૨૬૫૦૦/) મળી કુલ રૂ. ૪૪૦૧૦/ નો મુદ્દામાલ કબજે કરી ૧૨ શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોની સામે ગુન્હો નોંધાયો ?
૧. અશોકસિંહ ચેનલસિંહ રાઠોડ
૨. રઘુજી નગજી ઠાકોર
૩. દશુભા અભેસિંહ રાઠોડ
૪. વાઘાભાઈ વક્તાભાઈ પ્રજાપતિ
૫. મુકેશભા ઝેણુભા રાઠોડ
૬. પ્રતાપસિંહ માધુભા રાઠોડ
૭. સોમભા બચુભા રાઠોડ
૮. કાળુભાઇ બનાભાઈ પરમાર
૯. અશોકભાઈ નાનજીભાઈ મોચી
૧૦. દલરામભાઈ હિરાભાઇ ઠાકોર
૧૧. ધીરજભાઈ કરશનભાઈ ઠાકોર
૧૨. વિપુલ સિંહ હમીર સિંહ રાઠોડ (ફરાર)