પાટણ સાયન્સ સેન્ટરમાં વેકેશન દરમિયાન ૧૬ જિલ્લાના ૧૦ હજાર લોકો વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં સહભાગી બન્યા

પાટણ સાયન્સ સેન્ટરમાં વેકેશન દરમિયાન ૧૬ જિલ્લાના ૧૦ હજાર લોકો વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં સહભાગી બન્યા

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમ્યાન ૧૩ થી ૩૦ મે દરમિયાન વિજ્ઞાનની વિવિધરમણીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, વિશ્વ ટેલિકમ્યુનિકેશન દિવસ, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ, વિશ્વ મેટ્રોલોજી દિવસ અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ વગેરે શામેલ હતા.

આ કાર્યક્રમોમાં વિજ્ઞાન પ્રેમી લોકો માટે વૈજ્ઞાનિક ચર્ચાઓ, સાયન્ટિફિક-શો અને ઇન્ટરેક્ટિવ વર્કશોપનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં પાટણ સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, સુરેન્દ્રનગર, દાહોદ, સુરત, વડોદરા,રાજકોટ, કચ્છ, ભરૂચ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર,ખેડા વગેરે કુલ ૧૬ જિલ્લાઓમાંથી તથા દેશના વિવિધ રાજ્યો માંથી કુલ ૧૦ થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પાસાંઓને નજીકથી અનુભવી શૈક્ષણિક લાભ મેળવ્યો હતો. ઉપરાંત, પાટણ સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૨૯ એપ્રિલ થી ૭ જૂન દરમિયાન ૬ થીમ આધારિત કુલ ૬ સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં ૪ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. જેમાં કેમ્પ ૩માં પાટણના સિદ્ધરાજ જવેલર્સના ભાર્ગવભાઇ ચોકસીનો વિશેષ સહયોગ રહ્યો હતો જેના માટે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રી એ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્યારે ૨૭ થી ૩૧ મે દરમિયાન કુલ ૫૯ સહભાગીઓ સાથે કોડિંગ અને ઇલેક્ટ્રોનિક્સ પર કેન્દ્રિત કેમ્પ ચાલી રહ્યો છે. આ પછી, ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી થીમ પર છઠ્ઠો સમર સાયન્સ કેમ્પ ૩ જૂનથી ૭ જૂન દરમિયાન યોજાશે તેવું સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *