ડીસામાં તસ્કરોનો આતંક : લગ્ન પ્રસંગે બહાર ગયેલા પરિવારના બંધ મકાન અને જૈન આયંબીલ શાળામાં ચોરી

ડીસામાં તસ્કરોનો આતંક : લગ્ન પ્રસંગે બહાર ગયેલા પરિવારના બંધ મકાન અને જૈન આયંબીલ શાળામાં ચોરી

ડીસાની આદીનાથ સોસાયટીમાં આવેલી જૈન આયંબીલ શાળા અને ત્યાં જ ફરજ બજાવતા સેવકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. પરિવારમાં દીકરાના લગ્ન હોવાથી ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ આશરે રૂપિયા ૭૩,૦૦૦ ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

મૂળ સોનેથ (તા. સુઇગામ) ના વતની અને હાલ ડીસાની આદીનાથ સોસાયટીમાં આવેલ જૈન આયંબીલ શાળામાં સેવક તરીકે નોકરી કરતા ઈશ્વરભાઈ વાઘજીભાઈ સોલંકીના નાના દીકરા રાહુલના લગ્ન હોવાથી, પરિવાર તા. ૦૭/૦૨/૨૦૨૬ થી શ્રીપાલ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાં રોકાયેલ હતો. ગત તા. ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ વહેલી સવારે જ્યારે ઈશ્વરભાઈ આયંબીલ શાળાએ પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

​અજાણ્યા તસ્કરોએ શાળાના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટી તોડી તેમાંથી આશરે રૂ. ૫,૦૦૦ રોકડા તથા ઘાસચારા માટે રાખેલ દાનના રૂ. ૩,૦૦૦ ની ચોરી કરી હતી.​તસ્કરોએ ઉપરના માળે આવેલ ઈશ્વરભાઈના ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રૂ. ૩૦,૦૦૦ રોકડા, સોનાની એક વીંટી, ચાંદીની તોડીઓ (કિંમત આશરે રૂ. ૩૦,૦૦૦) અને ગલ્લામાં રાખેલ રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૭૩,૦૦૦ ની મતા ચોરી કરી હતી.

ઘટનાની જાણ થતા જ આયંબીલ શાળાના જૈન શ્રેષ્ઠીઓ હીરાભાઈ વેદલીયા, સુનીલભાઈ શાહ અને બાબુભાઈ શાહ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોસાયટીમાં લાગેલા CCTV કેમેરા તપાસતા રાત્રિના આશરે ૦૩:૨૮ વાગ્યે એક અજાણ્યો માણસ શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતો જોવા મળ્યો છે.​આ બાબતે ઈશ્વરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે  પોલીસે CCTV ફૂટેજ અને અન્ય  પુરાવાઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *