ડીસા તાલુકાના જુનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની પ્રબળ લોકમાંગ

ડીસા તાલુકાના જુનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની પ્રબળ લોકમાંગ

ગામ સહિત આજુબાજુના 20 ગામના લોકો આરોગ્ય સેવાથી વંચિત

ડીસા તાલુકાનું સૌથી મોટું જુનાડીસા ગામ આજુબાજુના 20 ગામોનું સેન્ટર ગામ છે પરંતુ ગામલોકો આરોગ્ય સેવા માટે એકમાત્ર પીએચસી પર નિર્ભર છે. તેથી પીએચસીને સીએચસીમાં તબદીલ કરવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

રાજ્ય સરકારે ગામડાના લોકોને ઘર આંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે ગામડાઓમાં પીએચસી કાર્યરત કર્યા છે. જ્યારે મોટા ગામડાઓમાં સીએચસી કાર્યરત છે પણ જુનાડીસા અને આજુબાજુના ગામ લોકો સામે ગંભીર આરોગ્ય સંકટ ઊભુ થયુ છે. ૨૦ ગામોની કુલ વસ્તી ૧ લાખથી વધુ હોવા છતાં અહીં તમામ લોકો પીએચસી પર નિર્ભર છે. જેથી મોટાભાગના લોકો પૂરતી આરોગ્ય સુવિધાથી વંચિત રહી જાય છે.તેમાં પણ પ્રસૂતિના ગંભીર કેસ, અકસ્માતના દર્દીઓ, સ્ટ્રોક જેવી સ્થિતિમાં દર્દીઓને ડીસા કે પાલનપુર સુધી લઈ જવા પડે છે.તેથી દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય છે.જેને લઈ પીએચસીને સીએચસીનો દરજ્જો મળે તો ગામલોકોને ઘર આંગણે આરોગ્યની પૂરતી સેવાઓ મળી રહે તેમ છે. આ બાબતે જાગૃત નાગરીકો દ્વારા વર્ષોથી ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ થાય છે. ત્યારે ગામલોકોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકાર અને તંત્ર દ્વારા પીએચસીને સીએચસીનો સત્વરે દરજ્જો આપવામાં આવે તેવો જનમત પ્રવર્તે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *