ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. વી.એમ. ચૌધરીએ ચાર્જ સંભાળતાની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં પોલીસ ટીમે બાતમીના આધારે ડીસા તાલુકાના ધાડા ગામે દેશી દારૂના અડ્ડા પર સફળ રેડ કરી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ડીસા તાલુકાના ધાડા ગામે રેડ કરી અંદાજે રૂ.10,000 ની કિંમતનો દેશી દારૂ જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા રૂરલ પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પી.આઈ. ચૌધરીની આક્રમક શૈલીને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને આવકારી છે.રૂરલ પોલીસની સક્રિયતાને જોતા હવે ડીસા શહેરના ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દેશી-વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વો સામે આવી જ કડક ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે. સમગ્ર ડીસા પંથકમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ તંત્ર વધુ કડક બને તે જરૂરી છે.

