ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપી
(જી.એન.એસ) તા. 5
વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપતા એક પોસ્ટ શેર કરી હતી જેમાં હુથી બળવાખોરોના એક જૂથનો માત્ર 25 સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલ આ તાજેતરના વીડિયોમાં હુથીઓ એક વર્તુળમાં ઉભા રહેલા જોઈ શકાય છે. ત્યાર બાદ અચાનક વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાય છે. ત્યારબાદ વીડિયો ઝૂમ આઉટ થાય છે. તેમાં બે વાહનો પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો હશે.
જો કે, આ વીડિયો રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે. હુથી બળવાખોરોએ આંકડા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જોકે, વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.
આ વીડિયો રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે. હુથી બળવાખોરોએ આંકડા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જોકે, વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો શેર કરતી વખતે એક સંદેશ પણ આપ્યો. તેમણે લખ્યું, આ હુથીઓ હુમલાનું કાવતરું ઘડવા માટે ભેગા થયા હતા. હવે હુથીઓ કોઈ હુમલો કરી શકશે નહીં. હવે તેઓ અમારું જહાજ ડૂબાડી શકશે નહીં. હુથીઓ રાતા સમુદ્રમાં અવર-જવર કરતા જહાજોને નિશાન બનાવે છે. હમાસને ટેકો આપવા માટે હુથીઓ ઇઝરાયલી અને યુએસના જહાજોને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે. તેનો જવાબ આપવા માટે, અમેરિકાએ હુથીઓના ઠેકાણાઓનો નાશ કર્યો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.