હવામાન વિભાગની રાજ્યમાં 29 જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની રાજ્યમાં 29 જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


(જી.એન.એસ) તા. 23

અમદાવાદ,

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા ગુજરાતમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે આગાહી કરી છે. 27 જૂને પવિત્ર રથયાત્રામાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આજે અમદાવાદમા યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 24 થી 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ 25-29 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે મંગળવારે (24 જૂન) ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 

27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *