
૩૩ જિલ્લામાં ૯૯૧૭ રેલી નીકળી : ૨૮૧૫૨૧ લોકોએ ભાગ લીધો
(જી.એન..એસ) તા. 18

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫, સ્વચ્છોત્સવના કાર્યક્રમની ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા રેલી ઉપરાંત જુદીજુદી અક્સ્યામતોનાં ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને 75 વર્ષ પૂરાં થવાના અવસરે, બીજી ઓક્ટોબર,૨૦૨૫ સુધી દેશભરમાં “સ્વચ્છતા હી સેવા”-૨૦૨૫ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજરોજ સમગ્ર રાજ્યમાં આજે ૮૫૪૬ નવા સીટીયુની ઓળખ કરવામાં આવી તથા ૨૩૦૯ સીટીયુ ટ્રાન્સફોમ કરવામાં આવ્યા, આજરોજ ૩3 જિલ્લાઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાજ્યમાં ૯૯૧૭ રેલી નીકળી હતી, જેમાં ૨૮૧૫૨૧ લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ગંદકીના સ્થળોને શોધીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં સ્વછોત્સ્વ અંતર્ગત આજે ૧૦૮૯ જુદીજુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આજે ૧0 પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા. સ્વછોત્સવ ૨૦૨૫ અભિયાનમાં યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને પોતાના ગામ, શહેરને સ્વચ્છ રાખવા આગળ આવી રહ્યા છે.
૧૭મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાશે. જેમાં કાયમી ગંદા સ્થળોની ઓળખ કરી તેને સમયસર સાફ કરવાની કામગીરી, સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને જાહેર સ્થળોની સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્રોના આરોગ્ય અને કલ્યાણ માટે સુરક્ષા શિબિરો, સ્વચ્છ ગ્રીન ઉત્સવો દ્વારા પર્યાવરણ મિત્ર તેમજ કચરામુક્ત જાહેર સ્થળો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

