સિધ્ધપુરના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ગે.કા.અને બીનઅધિકૃત રીતે માદક પદાર્થનો ગાંજો કુલ કિ.રૂ. ૨૩,૩૮૦/-નો સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પ્રકાશભાઇ ઉર્ફે વિપુલ દિપકભાઇ મંગાભાઇ બોચીયા રહે.સિધ્ધપુર સિન્ધી કેમ્પ હરીશંકરનો આરો તા.સિધ્ધપુર જી.પાટણવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરમાં બિનઅધિકૃત ગે.કા રીતે ગાંજો રાખી તેનુ વેચાણ કરે છે જે હકીકત આધારે સદરી ઇસમના રહેણાંક ઘરે રેઇડ કરી તપાસ કરતાં ઘરની અંદર ઉત્તર-પશ્ચિમ ખુણે ભોય- તળીયે એક વાદળી તેમજ પીળા કલરના પ્લાસ્ટીકના કટ્ટામાં તેમજ એક પારદર્શક મેણીયાની થેલીમાં ગે.કા. અને બિનઅધિકૃત રીતે વનસ્પતિ જન્ય સુકો ગાંજો કુલ ૨ કિલો ૩૩૮ ગ્રામ કિં.રૂ.૨૩,૩૮૦/- તથા મોબાઇલ નંગ-૦ર કિં.રૂ.૮,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૩૮૦/-નો મુદામાલ રાખી આ ધંધા સાથે સંકળાયેલ ઇસમ ઘરે હાજર ન મળી આવેલ હોઇ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. કલમ ૮(C),૨૦(B)(ii)(b), રર(B) મુજબ સિધ્ધપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.