સાવરકુંડલા તાલુકાના ખડસલી, મેરિયાણા, મોટાભમોદ્રા, ઘોબા, કરજાળા, સીમરણ, સેંજળ  ગામોમાં નવા રસ્તા મંજુર


સાવરકુંડલા તાલુકામાં નવા ૫૯૫ લાખના કામો મંજુર કરાવતા :-  ધારાસભ્ય મહેશ કસવાલા

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનતા ધારાસભ્યશ્રી મહેશ કસવાલા

(જી.એન.એસ) તા. 27

સાવરકુંડલા,

સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરી સાવરકુંડલા તાલુકાના ખડસલી, મેરિયાણા , મોટાભમોદ્રા , ઘોબા ,કરજાળા ,સીમરણ ,સેંજળ  ગામોમાં રસ્તાની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર માંથી ૫.૯૫ કરોડની રકમ ની મંજુર કરવામાં આવી  છે. આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સુવિધામાં મોટો વધારો થશે.આ ગામોના નાગરિકોને નવીન અને સુવિધાયુક્ત રસ્તાઓની ભેટ મળશે

શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરની સારી સુવિધા મળશે અને ખેડૂતોને પણ પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, જે ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપશે.

આ ૭ ગામ  ખડસલી એપોર્ચ રોડ ૧૫૦ લાખ ,સેંજલ એપોર્ચ થી આશ્રમ સુધી  રોડ ૬૫ લાખ, મેરીયાણા -ખડસલી રોડ ૫૦ લાખ,મોટા ભમોદ્રા સુવિધા પથ ૮૦ લાખ,ઘોબા સુવિધા પથ ૯૦ લાખ,કરજાળા સુવિધા પથ ૬૦ લાખ,સીમરણ સુવિધા પથ ૧૦૦ લાખ કુલ ૫૯૫ લાખના કામો મંજુર કરવા બદલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આ જનહિતના કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *