(જી.એન.એસ),તા.૧૧
અમદાવાદ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્સમાં આવેલી એક હોટલના પેન્ટ્રી રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સના તમામ લોકો ને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે 25 જેટલા લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા બાકીના લોકો જાતે સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર બ્રિગેડ દ્વારા આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો છે જેના પગલે ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતાં.
ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવ્યા. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને હાલ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયેલા છે અને કાચ તોડી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતાં. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી હતી.

