સરહદી સુરક્ષા અને આંતર-એજન્સી સંકલન પર અપાયો ભાર – Gujarati GNS News

સરહદી સુરક્ષા અને આંતર-એજન્સી સંકલન પર અપાયો ભાર – Gujarati GNS News


(જી.એન.એસ) તા. ૨૩

ગાંધીનગર,

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ જિલ્લાનો બે દિવસીય વ્યૂહાત્મક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા.૨૧-૨૨ ફેબ્રુઆરીમાં આ મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રીએ સરહદી અને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે શ્રેણીબદ્ધ બેઠકો અને મુલાકાતો કરી હતી.

ભુજ ખાતે યોજાયેલી હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રીએ સરહદી ક્ષેત્રમાં ગુનાખોરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, BSF, ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. જેમાં ઈન્ટેલિજન્સ શેરિંગ, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા, માછીમારોના પ્રશ્નો અને સંભવિત ઘૂસણખોરી રોકવા સહિતના અગત્યના મુદ્દાઓને ધ્યાને રાખીને તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. NCORD (નેશનલ કોર્ડિનેશન સેન્ટર) ની પ્રગતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાતના ભાગરૂપે રાજ્યના પોલીસ વડાશ્રીએ નલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તેને દત્તક લેવાની જાહેરાત કરી હતી. પોલીસ સ્ટેશનના આધુનિકીકરણ અને સુવિધાઓ માટે તેમણે રૂપિયા ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત, પોલીસ અધિકારીઓ, જવાનો અને સ્થાનિક નાગરિકો સાથે ‘બડા ખાના’ યોજીને સૌનું મનોબળ વધાર્યું હતું અને જનતાની સમસ્યાઓ સાંભળી હતી.

ડૉ.કે.એલ.એન.રાવ એ જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન કરી સુરક્ષા જવાનોનું અભિવાદન કર્યું હતું. તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત પોલીસના જવાનો સાથે દરિયામાં સંયુક્ત પેટ્રોલિંગ કરીને સુરક્ષા કવચની સજ્જતા ચકાસી હતી. આ ઉપરાંત, છેવાડાના વિસ્તારો એવા પિંગલેશ્વર આઉટપોસ્ટની મુલાકાત લઈ ત્યાંના પડકારો અને સંવેદનશીલ દરિયાઈ પટ્ટી પર સતર્કતા રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.

કચ્છની સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી ડૉ.રાવે દરિયાઈ અને જમીની સરહદ પર એલર્ટ રહેવા, ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને એજન્સીઓ વચ્ચે સીમલેસ કોઓર્ડિનેશન માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાતથી કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે ગુજરાત પોલીસની સજ્જતા વધુ મજબૂત બની છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *