સુરત કામરેજનાં ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર/સુરત,

ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો.
પ્રફુલભાઈ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા એક જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની કામરેજ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે ઉમદા પ્રકારની સેવાઓ આપી છે.
અગાઉના તેમના કાર્યકાળ દરમ્યાન તેમની વિવેક બુદ્ધિ, શાલીન સ્વભાવ, સતત લોક સમ્પર્ક, કાર્ય કુશળતા અને કાર્યશૈલી ચર્ચા માં રહી છે.
રાજ્ય સરકારમાં ખુબ સારી અને પ્રભાવશાળી શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર પ્રફુલભાઈ ફરી એકવાર નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જે તેમને ભાજપનો એક શિષ્ટાચાર અને વિવેક બુદ્ધિવાળો શિક્ષિત ચહેરો બનાવે છે. પ્રફુલ પાનસેરિયાની ખાસ વાત એ છે કે તેઓ મંત્રી તરીકે સારો અનુભવ, નિર્વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવે છે.
ડાયમંડ સીટી સુરતથી ભાજપના યુવા મોરચાથી તેઓ રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા. વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી હતી, જેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો. ત્યાર બાદથી તેઓ રાજકારણમાં વધુ સક્રીય રહ્યા છે. વર્ષ 2022 માં પણ કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે હંમેશા સંકળાયેલા રહ્યા છે. તેમણે પોતાનાં રાજકીય સફરમાં રાજ્યના તમામ વર્ગનો વિકાસ અને શિક્ષણનાં મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ફરી મંત્રીમંડળમાં સ્થાન મળતા અને મંત્રી પદના શપથ લેતા તેમનાં પરિવાર અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ કામરેજ ભાજપ તાલુકા કાર્યાલયમાં મોઢું મીઠું કરવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

