શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતની મુલાકાતે : મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતની મુલાકાતે : મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા

ભારત અને શ્રીલંકાએ સોમવારે તેમની ભાગીદારીને વિસ્તૃત કરવા માટે ટૂંક સમયમાં સંરક્ષણ સહયોગ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત, વીજળી ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટી-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન્સ સ્થાપિત કરીને ઉર્જા સંબંધોને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુઆર કુમાર દિસાનાયકા વચ્ચે વિસ્તૃત વાતચીત દરમિયાન લેવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને પક્ષોએ આર્થિક ભાગીદારી માટે રોકાણ આધારિત વિકાસ અને કનેક્ટિવિટી પર ભાર આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે ભૌતિક, ડિજિટલ, ઉર્જા કનેક્ટિવિટી અમારા સહયોગના મુખ્ય સ્તંભ હશે.” મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે પાવર ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. શ્રીલંકાના પાવર પ્લાન્ટ્સને સપ્લાય કરવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું, અમે માછીમારોની આજીવિકા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે સંમત છીએ કે આપણે આ બાબતે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ.’ તમિલ મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતને આશા છે કે શ્રીલંકાની સરકાર સમુદાયની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને પાંચ અબજ યુએસ ડોલરની ક્રેડિટ સુવિધા અને સહાય પૂરી પાડી છે. અમે શ્રીલંકાના તમામ 25 જિલ્લાઓને સમર્થન આપીએ છીએ અને અમારા પ્રોજેક્ટ હંમેશા અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓના આધારે પસંદ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *