વિરાટનગરમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વિરાટનગરમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


(જી.એન.એસ) તા. ૬

અમદાવાદ,

પ્રજા અને પ્રશાસન વચ્ચેનું અંતર ઘટાડતો સેવા સેતુ કાર્યક્રમ ‘સુશાસન’ના મંત્રને સાર્થક કરે છે : રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા

AMC દ્વારા શહેરી સ્તરના અભિગમના 11મા તબક્કામાં ચાર ઝોનનો સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિરાટનગરમાં લોટસ સ્કૂલ ખાતે મધ્ય, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોન માટે સંયુક્ત ‘સેવા સેતુ’ કાર્યક્રમ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુશાસન’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વહીવટ આજે સ્વયં લોકોના ઘરઆંગણે પહોંચ્યો છે. એક જ છત નીચે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થવાથી નાગરિકોના સમય અને શક્તિનો બચાવ થાય છે. તેમણે તમામ નગરજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ પ્રજા અને પ્રશાસન વચ્ચેનો અંતર ઘટાડતો એક મજબૂત સેતુ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર સ્વયં નાગરિકોના આંગણે આવી છે જેથી વચેટિયાઓની પ્રથા દૂર થાય અને છેવાડાના માનવીના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય. તેમણે શહેરના મધ્ય, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના નાગરિકોને આ સુશાસન અભિયાનનો લાભ લેવા તથા અન્ય વંચિતોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો.

શહેરી સ્તરના આ અભિગમના 11મા તબક્કા હેઠળ કલ્યાણકારી યોજનાઓ અંગેની વ્યક્તિગત અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સંકલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાકીય સેવાઓ અંગે કેમ્પો યોજાયા હતા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી દિનેશસિંહ કુશવાહ, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *