વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું


સાયબર ફ્રોડથી સાવધાન

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *