વાપી હાઈવે પરથી બકરા ભરેલી એક ટ્રકને ઊભી રાખી તપાસ કરતાં ગેરકાયદેસર અને ક્રૂરતાનો થયો ઘટસ્ફોટ

વાપી હાઈવે પરથી બકરા ભરેલી એક ટ્રકને ઊભી રાખી તપાસ કરતાં ગેરકાયદેસર અને ક્રૂરતાનો થયો ઘટસ્ફોટ


(જી.એન.એસ) તા. 1

વાપી,

વાપી હાઈવે પર પોલીસ દ્વારા એક મોટું મિશન પાર પાડવામાં આવ્યું હોય તેમ સરાહનીય કામગીરી કરી છે જેમાં, ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક બકરા ભરીને જતી એક ટ્રકને પીછો કરીને પકડી પાડી હતી, આ મામલે પોલીસે ટ્રક ચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પશુઓને રાજસ્થાનના જયપુરથી ભરીને મુંબઈના ભિવંડી લઈ જવામાં આવી રહ્યા હતા.

વાપી હિંસા નિવારણ સંઘના પ્રમુખ રાજેશ શાહે વાપી હાઈવે પરથી ગેરકાયદેસર પશુ ભરેલી ટ્રક પસાર થતી હોવાની જાણ વલસાડ પોલીસ કંટ્રોલને કરી હતી. જેને પગલે વાપી ટાઉન પોલીસે બલીઠા હાઈવે પર વોચ ગોઠવી હતી. મુંબઈ તરફ જતી ટ્રક (નં. GJ-31-T-8306) ને રોકવાનો ઈશારો કરતા ચાલકે ટ્રક ભગાવી હતી, પરંતુ પોલીસે પીછો કરીને ટ્રકને વાપી હાઈવે પરથી ઝડપી પાડી હતી.

વાપી હાઇવે પર જઈ રહેલા ટ્રકને સાઇડમાં ઊભો રખાવી તપાસ કરતા તેમ ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલા 128 બકરા મળી આવ્યા હતા. પોલીસે ચાલકને પશુ હેરાફેરી માટે પરમિટ કે વેટરનરી પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ પોલીસે મોહંમદ ઇકબાલ મસાક શેખ (ચાલક), ધરમપાલસિંહ ઓમકારમલ હિરાલાલ ખટીક, રામઅવતાર રામચન્દ્રજી બુનકર, રમેશકુમાર માલીરામ ભાંડ, સત્યનારાયણ લાદુરામ બુનકર, હેમરાજ સીતારામ ભદકારીયા, અને નરેન્દ્રકુમાર ઓમકારમલ હિરાલાલ ખટીક એમ કુલ સાત શખ્સોની ધરપકડ કરી હતી.

આ કેસમાં પોલીસે પશુ ભરેલી ટ્રક જપ્ત કરીને પશુઓને વધુ સારસંભાળ માટે વાપી રાતા પાંજરાપોળને સોંપ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પશુઓને રાજસ્થાનના જયપુરથી મુંબઈના ભિવંડી લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને ટ્રક માલિક સાજીદ હુસેન અબ્દુલ સતારભાઈ ખાંજી અને પશુ મંગાવનાર મોહમંદ અલી પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *