(જી.એન.એસ) તા. 21
પટણા,
રાજધાની પટનામાં આયોજિત સેપક ટાકરા વર્લ્ડ કપ-2025ના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાસે ઊભેલા પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતાં અને તેમણે નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું. પરંતુ, નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું.
મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત પર આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના આ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે, ‘રાષ્ટ્રગાનનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?’
આ બાબતે તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારે આ હરકતને લઈને તેમના પર પ્રહાર કર્યા હતા અને તેમને માનસિક રૂપે અચેત જણાવ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મહેરબાની કરીને રાષ્ટ્રગાનનું તો અપમાન ન કરો. માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થી, મહિલા અને વડીલોને તો પ્રતિદિન અપમાનિત કરતા જ રહે છે. ક્યારેક મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તાળી વગાડીને તેમનું અપમાન કરે છે તો ક્યારેક રાષ્ટ્રગાનનું! PS: તમને યાદ અપાવી દઈએ કે તમે એક મોટા પ્રદેશના મુખ્યમંત્રી છે. ગણતરીની સેકન્ડ માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારૂ આ પ્રકારે અચેત અવસ્થામાં આ પદ માટે રહેવું પ્રદેશ માટે ખૂબ ચિંતાજનક વાત છે. બિહારને વારંવાર આ પ્રકારે અપમાનિત ન કરો.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.