રાજ્યમાં કુલ 12 (CHC)ને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ:- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં કુલ 12 (CHC)ને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ:- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ


વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યામાં કોઇ ઘટ નહીં – આરોગ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 26

ગાંધીનગર,

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાના વિવિધ પ્રશ્નો સંદર્ભે વિગતો આપતા જણાવ્યું  હતું કે, રાજ્યમાં કુલ 12 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રોને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

        વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યા પૂરતી છે. કોઇપણ પ્રકારની ઘટ્ટ નિયત માપદંડો પ્રમાણે નથી.

તેમ છતાં રાજ્ય સરકારે હાલની માંગણીઓને ધ્યાનમાં લઇ જીઓસ્પાશીયલ એનાલિસીસના આધારે પણ P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મંજૂર કરી છે.

        રાજ્યમાં સા.આ.કે માંથી પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટેનો જરૂરી માપદંડ વિશે જણાવતા મંત્રીશ્રીએ  કહ્યું કે, તા.૦૧/૦૩/૨૦૧૭ના ઠરાવ પ્રમાણે C.H.C.ને પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા અગ્રતા ક્રમ નિયત કરવા વિસ્તારનો પ્રકાર, વસતીની સંખ્યા, અંતર, હાલની સેવાઓની કક્ષાઓ જેવા માપદંડો ધ્યાને લેવામાં આવે છે.

વિસ્તારનો પ્રકાર:-

હાઈ પ્રાયોરિટી તાલુકા (એચ.પી.ટી.), ટ્ર્રાઈબલ એરિયા,  એસ.સી.એસ.પી.(શિડ્યુલ કાસ્ટ સબ પ્લાન),  ડેઝર્ટ ડેવલપમેન્‍ટ પ્રોજેક્ટ (ડી.ડી.પી.),  સાગર ખેડુ, નોર્મલ એરિયા

વસ્તીની સંખ્યા:-

        એક લાખથી પાંચ લાખ સુધીની વસતી ધરાવતા સ્થળે પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ ઉભી કરી શકાશે.

        તા. ૦૭/૧૨/૨૦૧૩ના ઠરાવથી વિવિધ પરિબળો જેવા કે, પછાત વિસ્તારો, આદિજાતિ, દુર્ગમ, રણ વિસ્તાર, સાક્ષરતા, આરોગ્ય અને તબીબી વિષયક તબીબી અને ખાનગી સાધનોની ઉપલબ્ધી વિગેરેના આધારે ૩ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવેલ છે.

1.      હાઇ પ્રાયોરીટી -૭૭ તાલુકા

2.      પ્રાયોરીટી -૧૧૮-તાલુકા

3.      નોર્મલ -૫૩ તાલુકા 

અંતર:-

        સામુહિક આરોગ્ય કેન્‍દ્રને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરતી વખતે સામુહિક આરોગ્ય કેન્‍દ્રથી હાયર સેવાઓના અંતરેને ધ્યાનમાં લેવાનું રહેછે. જેમ અંતર વધુ તેમ પ્રથમ અગ્રતા આપવાની રહે છે.

હાલની સેવાઓની કક્ષા:-

        સામુહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓને ધ્યાનમાં લેવાય છે. 

        પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોની ક્ષમતા ૫૦ થી ૧૦૦ પથારીની સુવિધા રાખવાની રહે છે.

        મંત્રીશ્રીએ સા.આ.કે. થરા પેટા જિલ્લાની હોસ્પિટલમાં અપગ્રેડ ન થવાના કારણો જણાવતા કહ્યું હતુ કે,  તા.૧૩/૦૩/૨૦૨૩ના ઠરાવથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની સૈધાંતિક મંજૂરી મળેલ હતી.

        પરંતુ ૩૦ કી.મી.ની હદમા જો અન્ય કોઇ પેટા જીલ્લા હોસ્પિટલ હોય તો તેવા સંજોગોમાં તેને પ્રાથમિકતા આપવાની વિચારણા હાથ ધરાઇ. 

        સા.આ.કેન્દ્ર થરાથી સરકારી હોસ્પિટલ,ભાભર ૨૮ કિ.મીના અંતરે તેમજ સરકારી હોસ્પિટલ,રાધનપુર ૨૯ કિ.મીના અંતરે આવેલ હોઇ અપગ્રેડ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી.

        મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે ૧૦ સા.આ.કે.ને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ તમામ કેન્દ્રોની ૩૦ કી.મી.ની અંદર કોઇપણ પેટા જીલ્લા હોસ્પિટલ/જીલ્લા હોસ્પિટલ ન હોય તેવા સ્થળને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ વર્ષના બજેટમાં ૨ કેન્દ્રો (નીઝર – તાપી  અને કલ્યાણપુરા- દેવભૂમિ દ્વારકા) વિચારણા હેઠળ હોવાથી આ વર્ષે થરાનો સમાવેશ થઇ શક્યો નથી.

જેમાં નિઝર (તાપી) થી એસ.ડી.એચ. ઉચ્છલ ૭૦ કીમી  અને કલ્યાણપુરા  (દેવભુમિ દ્વારકા) થી જીલ્લા હોસ્પિટલ જામ ખંભાળીયા ૫૫ કી.મી.ના અંતરે આવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *