(જી.એન.એસ) તા. ૩૧
ગાંધીનગર,
30 જાન્યુઆરીના રોજ વાંધા-દાવાઓ રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ, મળેલા ફોર્મનો તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરાશે
………………………
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી.
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે.
જિલ્લાવાર મળેલા ફોર્મની યાદી
No. Name Form No. 6 Form No. 7 Form No. 8 Total Forms Received
1 Ahmedabad 110219 34008 71857 216084
2 Surat 66131 11672 53350 131153
3 Anand 21451 40607 16732 78790
4 Rajkot 35050 2242 34857 72149
5 Bhavnagar 31073 1579 30464 63116
6 Vadodara 33160 2067 23595 58822
7 Kachchh 29035 3097 22089 54221
8 Kheda 20838 14549 18292 53679
9 Gandhinagar 22484 9028 19337 50849
10 Banaskantha 25709 2784 18573 47066
11 Mahesana 22257 1982 18907 43146
12 Panchmahal 23002 1680 18080 42762
13 Dahod 23019 10182 9494 42695
14 Junagadh 20763 2815 16539 40117
15 Patan 13535 13121 11543 38199
16 Jamnagar 20019 1381 16518 37918
17 Surendranagar 18343 1472 16304 36119
18 Bharuch 15625 6457 10563 32645
19 Sabarkantha 16572 1414 14488 32474
20 Amreli 16090 733 12910 29733
21 Gir Somnath 13732 1189 14471 29392
22 Morbi 13635 1169 14258 29062
23 Valsad 15046 3599 10269 28914
24 Navsari 10800 7619 9041 27460
25 Mahisagar 11252 933 10272 22457
26 Arvalli 11703 683 8673 21059
27 Chhota Udepur 14517 992 4784 20293
28 Botad 10287 768 7907 18962
29 Porbandar 8706 513 7760 16979
30 Devbhumi Dwarka 7950 854 5559 14363
31 Tapi 5097 486 2513 8096
32 Narmada 4473 248 2676 7397
33 Dangs 2804 55 1142 4001
— TOTAL 725920 183235 560970 1470125
ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરશે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.
………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

