(જી.એન.એસ) તા. 24
બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાએ શનિવારે આખી રાત યુક્રેન પર 100થી વધુ ડ્રોન છોડયા હતા, જેમાંથી યુક્રેને ૯૭ ડ્રોન હવામાં તોડી પાડયા હતા, જ્યારે અન્ય ૨૫ ડ્રોન ટાર્ગેટ સુધી પહોંચ્યા નહોતા અને ખારકીવ, સુમી, ચેરનિહિવ, ઓદેડા, ડોનેટસક પ્રાંતમાં જઇને પડયા હતા. જેમાં પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં સાઇરન વાગ્યા હતા. એક સ્થાનિક નાગરિક ડીમીટ્રો ઝેપેડન્યાએ કહ્યું હતું કે રશિયા ખરેખર શાંતિ કરારોનું પાલન કરી રહ્યું છે તેમ નથી લાગી રહ્યું. રશિયા સાથે શાંતિ કરારો કરવાનો હવે કોઇ મતલબ નથી રહ્યો. અન્ય કેટલાક સ્થળોએ પણ રશિયાના હુમલામાં વધુ ચાર લોકો સાથે સાત લોકોના મોત થયા હતા.
રશિયા દ્વારા કરવામાં આવેલ દ્રોન હુમલા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે માત્ર એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર ૧૫૮૦ ગાઇડેડ બોમ્બ છોડયા, ૧૧૦૦ ડ્રોનથી એરસ્ટ્રાઇક કરી, નાગરિકો પર ૧૫ જેટલી મિસાઇલો છોડવામાં આવી. બીજી તરફ રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેને અમારા પર ૫૯ ડ્રોન છોડયા હતા જેનો અમે નાશ કર્યો છે. રશિયન સરહદી વિસ્તારમાં એક મહિલાનું પણ મોત થયું હતું. રશિયાનો દાવો છે કે યુક્રેને પણ હુમલો કર્યો હતો જ્યારે યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ જ હુમલો કર્યો હતો અને તેમાં સાત નાગરિકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૦થી વધુ ઘવાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.