(જી.એન.એસ) તા. 11
કિવ/નવી દિલ્હી,
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધુ પડતા ટેરિફ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે મ્ધ્યસ્તી કરવી શાંતિ કસ્થાપિત કરવા ની ચર્ચાઓ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ સોમવારે (11 ઓગસ્ટ, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઝેલેન્સ્કી અને વડાપ્રધાન મોદીએ આ અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે.
વડાપ્રધાન મોદીએ ‘X’ પર લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરીને અને તાજેતરના વિકાસ પર તેમના દ્રષ્ટિકોણ સાંભળીને આનંદ થયો. મેં સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતનો સુસંગત વલણ વ્યક્ત કર્યો. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.’
વડાપ્રધાન મોદી સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ: ઝેલેન્સ્કી
વોલોદીમીર ઝેલેન્સ્કીએ ‘X’ પોસ્ટમાં કહ્યું કે, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક લાંબી અને મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ, જેમાં દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક કૂટનીતિક સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ.’
રશિયાના તાજેતરના હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી: ઝેલેન્સ્કી
તેમણે ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની જનતા માટે આપવામાં આવેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. વોલોદીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયાના હાલના હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી, વિશેષ કરીને જાપોરિઝિયામાં એક બસ સ્ટેશન પર થયેલા હુમલાની, જેમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે, ‘આવા સમયમાં જ્યારે યુદ્ધ સમાપ્ત કરવાની કૂટનીતિક સંભાવના બતાઈ રહી છે, રશિયા માત્ર પોતાના આક્રામકતા અને હત્યાઓને યથાવત્ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ ભારત આવે તેવી શક્યતાઓ છે.
પીએમ મોદીને ઝેલેન્સકીએ રશિયન હુમલાઓથી યુક્રેનિયન શહેરો અને ગામડાઓને થયેલા નુકસાન અને ગઈકાલે ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા હુમલા વિશે માહિતી આપી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા દ્વારા અહીંના શહેરી સુવિધા પર ઈરાદાપૂર્વક બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા. આ એવા સમયે છે જ્યારે યુદ્ધ સમાપ્ત થવાની રાજદ્વારી શક્યતા આખરે છે. ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધવિરામ માટે તૈયારી બતાવવાને બદલે રશિયા ફક્ત કબજો અને હત્યાઓ ચાલુ રાખવાની ઈચ્છા બતાવી રહ્યું છે.


