મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિરે ગાંધીનગરમાં લીધી


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિર

(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

ગુજરાતમાં ઓ.બી.સી.ને મળતા લાભો અને અનામતની અમલવારી અંગેની સમીક્ષા બેઠક માટે તેઓ અમદાવાદ આવ્યા છે અને તેમણે રાષ્ટ્રીય આયોગના સચિવ શ્રીમતી મીતા રાજીવલોચન અને અધિકારીઓને સાથે રાખીને સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, સામાજિક ન્યાય અને અધિકારિતા અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, આઈ. જી. પી. સુ શ્રી ગગનદિપ ગંભીર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.

તેમની આ અમદાવાદ મુલાકાત દરમિયાન તેમણે સોમવારે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આયોગના સભ્ય શ્રી ભુવન ભુષણ કમલ સાથે ગાંધીનગરમાં લીધી હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *