મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી એપ્રિલે યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી એપ્રિલે યોજાશે


અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

(જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે ગુરૂવાર, તા. ૨૪મી એપ્રિલે યોજાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એપ્રિલ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી એપ્રિલે યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૪મી એપ્રિલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી એપ્રિલે, સવારે ૮-૦૦થી ૧૧-૦૦ સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *