મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લઈ કામગીરી પ્રગતિ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લઈ કામગીરી પ્રગતિ નિરીક્ષણ કર્યું


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિથી રણની જમીનનો ગ્રીન ઉર્જાનાં ઉત્પાદનમાં સદુપયોગ કરાયો: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

(જી.એન.એસ) તા. 28

કચ્છ,

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા  સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું. ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ ૨૦૨૦ માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.

અંદાજે ૮૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.‌

ખાવડા રિન્યૂએબલ પાર્કમાંથી દેશનાં અંદાજે ૧ કરોડ ૮૫ લાખ ઘરને વર્ષ ૨૦૨૮ સુધીમાં વીજળી મળશે. 

આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યારસુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આરઈએલ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ,ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રીયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓનાં પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

 આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલ, અદાણી ગૃપના પ્રોજેક્ટ હેડશ્રી તીર્થનાથ સિંઘ, સર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિશ્રી અનિલ મુસર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *