ભારત રત્ન પુર્વ કાનુન મંત્રી અને સીમબોલ ઓફ કનોલેજ એવાં ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરી બંધારણ અને બાબાસાહેબ આંબેડકરનું અને સંસદનું જાહેર અપમાન કર્યું છે તે લોકશાહીનું ખુન બરાબર છે. આ અંગે સમગ્ર દેશમાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે. ત્યારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડીને અમિત શાહ માફી માગે અને રાજીનામું આપે તે માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી અને શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપ ડાભીના નેત્રુત્વમાં કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતું. સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી કલેક્ટર કચેરીએ ધરણાં કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
- December 21, 2024
0
26
Less than a minute
You can share this post!
editor