ભાજપની દિલ્હીમાં ઐતિહાસિક જીત થતાં હવે દિલહીવાસીઓને મળશે આ વિકાસલક્ષી યોજનાઓનો લાભ

(જી.એન.એસ) તા. 8

નવી દિલ્હી,

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ જીત મેળવી છે સાથેજ હવે ભાજપ દ્વારા ચૂંટણી અગાઉ આપવામાં આવેલ વચનો પણ પાળવમાં આવશે જેમાં,

1.ભાજપે કહ્યું છે કે ગરીબ મહિલાઓને 500 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે અને હોળી અને દિવાળી પર વર્ષમાં બે મફત સિલિન્ડર પણ આપવામાં આવશે .

2.સગર્ભા મહિલાને 21000 રૂપિયા અને 6 પોષણ કીટ આપવામાં આવશે.

3.મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. આ માટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવશે.

4. આયુષ્માન ભારત યોજના પ્રથમ મંત્રીમંડળમાં લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ, સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર મેળવી શકાય છે.

5. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અટલ કેન્ટીન ખોલવામાં આવશે. આમાં 5 રૂપિયામાં ભરપેટ ભોજન લેવાની સુવિધા હશે.

6. દિલ્હીમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયાની નાણાકીય મદદ મળશે અને આવા વિદ્યાર્થીઓને ટેકનિકલ અને કોમર્શિયલ કોર્ટ માટે દર મહિને 1000 રૂપિયાની મદદ મળશે.

7.યુવાનોને 50 હજાર સરકારી નોકરીઓ અને ૨૦ લાખ રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરવાનું વચન આપવામાં આવ્યું છે.

8.બધા નોંધાયેલા કામદારોને 3 લાખ રૂપિયા સુધીની લોન સુવિધા અને કૌશલ્ય અને સાધનો માટે 10 હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.

9.ભાજપે કહ્યું છે કે વૃદ્ધોનું અટકેલું પેન્શન શરૂ કરવામાં આવશે. 60+ વૃદ્ધોનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 3000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું, હાલમાં તેમને 2500 રૂપિયા મળે છે.

10. એવું વચન આપવામાં આવ્યું છે કે KG થી PG સુધીનું શિક્ષણ મફત હશે.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *