હિંમતનગરના ગાંભોઈ પોલીસે બાતમીને આધારે આગીયોલ-બેરણા ચોકડી પર અકસ્માતગ્રસ્ત એક ઈકોની તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂ.1.32 લાખની કિંમતની 1200 દારૂની બોટલ સાથે એક જણાને ઝડપી લઈને પોલીસે રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ અંગે ગાંભોઈ પોલીસ સૂત્રોના જણાવાયા મળેલી બાતમી આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટેકસી પાર્સીંગવાળી ઈકો નં.GJ.28.TD.6571માં એક શખ્સ વિદેશી દારૂ ભરીને હિંમતનગર તરફ આવી રહી છે. ત્યાર બાદ પોલીસે બાતમી મુજબ આવી રહેલ ઈકોનો પીછો કરતાં ઈકોને આગીયોલ-બેરણા ચોકડી નજીક અજાણ્યા વાહન સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત ઈકોની ઝડતી લેતાં તેમાંથી અંદાજે રૂ.1.32 લાખની કિંમતની 1200 બોટલ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે ઈકોમાં બેઠેલ અજયકુમાર લક્ષ્મણભાઈ ખરાડી (રહે.શોભાયડા, તા.ભિલોડા)ની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેની અટક કરી અંદાજે રૂ.5.32 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા અજયકુમાર ખરાડી વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી.