(જી.એન.એસ) તા. ૧
બોટાદ,

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), તળાજા ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ની CSR યોજના તથા ભારત સરકારની એડિપ (ADIP) યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે ૨૬૩૬ ની જેટલા દિવ્યાંગોને ૧૯ પ્રકારના સાધનો રૂ. ૩.૮૮ કરોડની આસપાસના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે. દિવ્યાંગો ને સાધન સહાય મળવાથી એમના જીવન ધોરણમાં સુધારો આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં દિવ્યાંગજન નામ આપીને દિવ્યાંગોને સન્માન આપ્યું છે. કેમ્પમાં સાધન સહાયથી દિવ્યાંગજનો પોતાના કામો સરળતાથી કરી શકશે એટલું જ નહીં સ્વમાનભેર જીવી શકશે.
વધુમાં જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ૧૧ વર્ષમાં ૧૮૦૦૦ જેટલા કેમ્પો થયા છે. આ કેમ્પોમાં સાધનો મેળવીને દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત બજેટમાં દિવ્યાંગો માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ કૌશલ્ય યોજના અંતર્ગત દિવ્યાંગો ને તાલીમ આપવામાં આવશે તેમજ સ્વરોજગાર આપવામાં આવશે. સરકારી નોકરીમાં દિવ્યાંગો માટે આરક્ષણ 3 % થી વધારીને ૪ % કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારની દિવ્યાંગો માટે અનેક યોજનાઓ કાર્યરત છે.
આ તકે બોટાદમાં તા. ૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૨૬૧ લાભાર્થીઓને ૪૭૮ સાધન સહાય રૂ. ૩૯,૭૪,૦૮૪ ના ખર્ચે, સિહોરમાં તા. ૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૧૯૮ લાભાર્થીઓને ૩૬૨ સાધન સહાય રૂ. ૨૮,૪૮,૦૧૪ ના ખર્ચે, પાલીતાણામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૩૬૬ લાભાર્થીઓને ૭૩૭ સાધન સહાય રૂ. ૬૨,૮૯,૦૪૭ ના ખર્ચે, ભાવનગર શહેરમાં તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૧૦૧૭ લાભાર્થીઓને ૧૭૬૯ સાધન સહાય રૂ. ૧,૨૪,૭૯,૬૬૭ ના ખર્ચે, ગઢડામાં તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૩૧૫ લાભાર્થીઓને ૬૨૯ સાધન સહાય રૂ. ૪૯,૬૨,૪૮૫ ના ખર્ચે, ઉમરાળામાં તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૯૦ લાભાર્થીઓને ૧૭૭ સાધન સહાય રૂ. ૧૪,૦૪,૫૩૪ ના ખર્ચે તેમજ તળાજામાં તા. ૧ માર્ચ ૨૦૨૬ ના રોજ યોજાયેલ કેમ્પમાં ૩૮૯ લાભાર્થીઓને ૭૦૬ સાધન સહાય રૂ. ૬૮,૭૭,૯૬૯ ના ખર્ચે અમે કુલ ૨૬૩૬ લાભાર્થીઓને ૪૮૫૮ સાધન સહાયનું રૂ. ૩,૮૮,૩૫,૮૦૦ ના ખર્ચથી વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને મહુવાના ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ અને આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી એ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાનાના તળાજા અને મહુવા તાલુકાના કુલ ૩૮૯ દિવ્યાંગજનોને પૂર્વે ચિહ્નિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત રૂ. ૬૪,૪૦,૬૦૪/- ના ખર્ચે ૭૦૬ સહાયક સાધનોનું વિતરણ
રાજ્યમંત્રીશ્રી, ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર તથા ભાવનગર અને બોટાદના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
પરીક્ષણ શિબિર બાદ કુલ ૨૬૩૬ દિવ્યાંગજનોને અંદાજે રૂ. ૩.૮૮ કરોડની કિંમતના ૪૮૫૮ સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ બોટાદ, શિહોર, પાલિતાણા, ભાવનગર શહેર, ગઢડા, ઉમરાળા અને તળાજા તાલુકા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૧૮ બાદ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવાનો આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભાવનગર અને બોટાદમાં તબ્બકાવાર યોજાયેલા સાત કેમ્પોમાં આખરી કેમ્પ તળાજા ખાતે યોજાયો હતો જેમાં દિવ્યાંગજનોને એલિમ્કો દ્વારા બનાવાયેલા વિવિધ પ્રકારના સહાયક સાધનો જેમ કે બેટરી સંચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, ટ્રાઇસાયકલ, વ્હીલચેર, CP ચેર, બેસાખી, શ્રવણ યંત્ર, કૃત્રિમ અંગ સહિતના સાધનો આપવામાં આવી રહ્યા છે. જેમાં તળાજા ખાતે મોટર ચાલિત ટ્રાઇસાયકલ – ૬૨, ટ્રાઇસાયકલ – ૧૬૭, વ્હીલચેર – ૪૦, બેસાખી – ૮૮, છડી – ૯૨, સુગમ્ય કેન – ૨૯, રોલેટર – ૨૧, TLM કિટ – ૫૩, BTE ડિજિટલ પ્રકાર શ્રવણ યંત્ર – ૪૬, CP ચેર – ૧૩, વોકર – ૨૨, બ્રેલ કિટ – ૦૩, સ્માર્ટ ફોન – ૧૨, ADL કિટ – ૦૨, કૃત્રિમ અંગ – ૫૬ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી જે. આર. સોલંકી, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તળાજા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલ બેન રાઠોડ, તળાજા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી, એલિમ્કો મેનેજર શ્રી મૃદુલ અવસ્થી, ઓ.એન.જી.સી. સિનિયર એકજ્યુકેટીવ શ્રી અંકિત મજમુદાર, મોટીવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

