પાટણનાં ચર્ચાસ્પદ બનેલા ‘બાળ તસ્કરી કાંડ’માં પકડાયેલા અને જેલવાસ ભોગવતા આરોપીઓ પૈકી છેલ્લે પકડાયેલા સાઈ કૃપા હોસ્પિટલનાં મેનેજર અમરતભાઈ ચૌધરી રાધનપુરવાળાની રેગ્યુલરલી જામીન અરજી પાટણનાં સેસન જજ પ્રશાંત એચ.શેઠે ફગાવી દીધી છે. અમૃતભાઈ સામે રાધનપુર નગરપાલિકામાં બાળકનાં જન્મ નોંધાવવા માટે ભરવામાં આવેલ ફોર્મ ભરીને બાળકનું જન્મનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવવામાં આવ્યું હતું.
પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને જામીન અરજી નામંજૂર કરતાં જણાવ્યું હતું કે,આરોપીને જામની પર મુક્ત કરાય તો તે ફરીયાદ પક્ષનાં પુરાવા સાથે ચેડા કરે અને નાસી-ભાગી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કેસમાં આરોપીનો રોલ, સજાની જોગવાઈ, કેસની હકીકત, સંજોગો ગુનાની ગંભીરતા જોતાં આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.