પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર ભારતની મહિલાઓને સમર્પિત કર્યું, સશસ્ત્ર દળોને સલામ કરી
(જી.એન.એસ) તા. 12
નવી દિલ્હી,
“ઓપરેશન સિંદુર” બાદ પ્રથમ વખત પીએમ મોદીએ દેશને સંબોધન કર્યુ છે. જેમાં તેઓએ ભારતીય સેનાને સલામ કરી છે. અને તેમના શૌર્યની પ્રશંસા કરી છે. તેમણે ભારતની ત્રણેય પાંખો, ગુપ્તચર એજન્સીઓ તમામને સફળતા બદલ શુભેચ્છા પાઠવી છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર રાષ્ટ્રને સંબોધિત કરી કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાએ ભારતની તાકાત અને સંયમ બંને જોયા છે. તેમણે દેશની ત્રણેય સેનાઓ અને વૈજ્ઞાનિકોને સલામ કરી.
ત્રણ દશકથી આતંકીઓ પાકિસ્તાનમાં ખુલેઆમ ફરી રહ્યા હતા. પરંતુ ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ડરના માહોલમાં આવી ગયુ છે. દુશ્મન દેશના હુમલાઓ પર ભારતના ડ્રોન અને મિસાઇલોએ સટીક પ્રહાર કર્યા હતા. અને તેમના પાડોશી દેશના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનનું ઘમંડ તોડ્યુ છે. પરિસ્થિતિ ખરાબ થયા બાદ પાકિસ્તાને દુનિયા પાસે મદદ માંગી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વિરતા દેખાડી. આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તમામ નાગરિકો, તમામ વર્ગો અને તમામ રાજકીય પક્ષો એક સ્વરે ઉભા થયા. અમે આતંકવાદીઓને આકરી કાર્યવાહી કરવા માટે સેનાને તમામ ખુલ્લી છૂટ આપી દીધી.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરને ભારતની તમામ દિકરીઓ, બહેનો અને માતા નામે પાર પડાયું. પહલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને ટ્રેનિંગ સેન્ટરોને ચોક્કસ પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, ભારત આટલું મોટો નિર્ણય લેશે. જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઉભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે.’
વધુમાં વડાપ્રધાન મોદી એ કહ્યું હતું કે, ટેરર અને ટ્રેડ એક સાથે નહિ ચાલી સકતા…., અમે લગાતાર કદમ આતંકવાદ વિરુદ્ધ કદમ ઉઠવીશું….
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ સાથ આપવાના બદલે ભારતને નિશાન બનાવ્યું. પાકિસ્તાને ભારત પર જ હુમલો કર્યો. પાકિસ્તાને મંદિરો, ગુરુદ્વારા પર હુમલો કરવા લાગ્યો. ભારતે પાકિસ્તાના ડ્રોનને પત્તાની જેમ ઉડાવી દીધો.’
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમે અમારી બદલાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખી છે. આગામી દિવસોમાં આપણે જોઈશું કે પાકિસ્તાન કેવું વલણ અપનાવે છે. ભારતની ત્રણેય સેનાઓ અને બીએસએફ એલર્ટ પર છે. સર્જિકલ અને હવાઈ હુમલા પછી આતંકવાદ સામે ઓપરેશન ભારતની નીતિ છે. જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ અપાશે. અમે અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું જ્યાં આતંકવાદના મૂળ ઉભરી આવશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલને સહન કરશે નહીં. ભારત ચોકસાઈ અને નિર્ણાયકતા સાથે હુમલો કરશે. અમે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગથી જોશું નહીં.


