રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૦૫૮ સામે ૭૮૧૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૪૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૮૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૮૮ સામે ૨૩૭૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૨૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.અગાઉ કોવિડ મહામારી દરમિયાન ૨૦૨૦માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ ૬.૫૦% પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ ૬.૫૦% થી ઘટી ૬.૩૫% થયો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડાની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હવે ચાઈના સાથેનું ટેરિફ યુદ્વ શરૂ થઈ ગયા સામે અમેરિકાના બેસેન્ટે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો લાવવાના નિવેદન અને યુરોપના દેશોમાં જર્મનીના ફેકટરી ઓર્ડરોમાં વૃદ્વિ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને સોસાયટી જનરલ તેમ જ એસ્ટ્રાઝેનેકા પ્લેક. સહિતના અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસકે વૈશ્વિક બજારોમાં તેજીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે સતત નવી મોટી ખરીદીમાં સાવચેતી સામે ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી મોટી વેચવાલી રૂ.૩૫૫૦ કરોડની કરી હતી.
ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીને વેપાર હળવો કરતાં માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી.કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડો ઉછાળે વેચવાલ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ગઈકાલે તેજી બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ વોર તીવ્ર બનવાના એંધાણ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેચવાલી રહી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૨ અને વધનારની સંખ્યા ૧૫૨૦ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં જીન્દાલ સ્ટીલ ૪.૨૯%,ભારતી ઐરટેલ ૩.૭૪%,ગ્લેનમાર્ક ફાર્મા ૨.૮૨%,ટોરેન્ટ ફાર્મા ૨.૬૯%,વોલ્ટાસ ૧.૯૬%,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૬%,ટેક મહિન્દ્રા ૧.૨૨%,કોટક મહિન્દ્રા બેન્ક ૧.૦૭% વધ્યા હતા,જયારે ગુજરાત ગેસ ૨.૨૫%,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૧૫%,બાટા ઇન્ડિયા ૧.૬૯%,અદાણી પોર્ટસ ૧.૪૭%,ટીસીએસ ૧.૩૪,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૮%,ઈન્ડીગો ૧.૦૦% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે.વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૂપિયો ગગડ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે વધુ ૩૯ પૈસા તૂટી ૮૭.૪૬ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે.અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે.ડૉલર સામે રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે.જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૂપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે. ડૉલર સામે રૂપિયો મોંઘો બનતાં વિદેશથી ડૉલર મોકલવામાં ફાયદો થશે. તેમજ મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે. નિકાસકારોની આવક વધશે. આઇટી, ફાર્મા ક્ષેત્રે ડૉલરમાં કમાણી વધશે.