નિફટી ફ્યુચર ૨૨૭૦૭ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

નિફટી ફ્યુચર ૨૨૭૦૭ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૦૨ સામે ૭૪૨૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૫૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૦૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૬૪ સામે ૨૨૫૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે એશિયાના બજારોમાં વ્યાપક વેચવાલી ઉપરાંત સ્થાનિક સ્તરે ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પરિણામે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પગલે રોકાણકારોનું માનસ ખરડાતા તેમજ ટેરિફ પોલિસીને લઈને અમેરિકા મંદીમાં ધકેલાઈ જશે કે કેમ તેવા પત્રકારોના સવાલ સામે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈપણ સ્પષ્ટ ઉત્તર નહીં અપાતા રોકાણકારોમાં વૈશ્વિક આર્થિક સ્થિરતાને લઈને ચિંતા વધતા અને અમેરિકામાં ટેરિફ તથા સરકારી ખર્ચમાં કાપથી તેના અર્થતંત્રના વિકાસ પર અસર પડવાની સંભાવનાએ ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પડવાની શકયતાએ ભારતીય શેરબજાર પર તેની અસર જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, યુટીલીટીઝ, બેન્કેકસ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, એનર્જી, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૧ અને વધનારની સંખ્યા ૧૪૯૪ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૩૮%, ટાટા મોટર્સ ૩.૧૮%, કોટક બેન્ક ૨.૪૫%, બજાજ ફાઈનાન્સ ૧.૭૭%, એચડીએફસી બેન્ક ૧.૬૦%, આઈટીસી લી. ૧.૪૮%, સન ફાર્મા ૧.૨૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૪% જયારે ઈન્ફોસીસ લિ. ૪.૨૮%,  ટેક મહિન્દ્રા ૨.૮૦%, નેસ્લે ઇન્ડિયા ૨.૪૩%, ટીસીએસ લિ. ૧.૯૯%, એચસીએલ ટેક. ૧.૯૧%, એશિયન પેઈન્ટ્સ ૧.૫૬%, એક્સીસ બેન્ક ૧.૩૮%, ઝોમેટો લી. ૧.૨૩% અને હિન્દુસ્તાન યુનીલીવર ૧.૧૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના રોકાણકારોથી લઈને તમામ મોટા રોકાણકારોના પોર્ટફોલિયોમાં ભારે જોવા મળી છે. છ મહિનાથી ઓછા સમયમાં જ ભારતીય શેરબજારનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. સપ્ટેમ્બરના અંતમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચેલા સૂચકાંકો સતત ઘટી રહ્યાં છે. કેલેન્ડર ૨૦૨૫માં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં અંદાજીત ૪.૫%નો ઘટાડો થયો છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૧૪ અને ૧૭% તૂટયા છે.

ઉપરાંત યુએસ ડોલરની મજબૂત માંગને કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ૧.૯૭%નો તીવ્ર ઘટાડો થયો છે. વ્યાપક ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે યુએસ રોજગાર ડેટામાં ધીમી રોજગાર વૃદ્ધિ અને ચીનમાં ડિફ્લેશનની ચિંતાઓ વચ્ચે એપ્રિલ માસમાં ઊંચી આયાત જકાતને કારણે ભારત પર અમેરિકાના પ્રતિશોધાત્મક જકાતનું જોખમ વધારે છે, જેના કારણે રૂપિયામાં ઘટાડાનું જોખમ વધ્યું છે, ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *