શિયાળામાં સવાર અને સાંજે ઠંડીની અસર જોવા મળે છે ત્યારે બપોરના ઠંડીની અસર છેલ્લા કેટલાય દિવસથી ઓછી છે. ત્યારે આજે સવારથી વાદળો વચ્ચે બેઠી ઠંડી અને ધુમ્મસ જોવા મળ્યું હતું. હિંમતનગરમાં શનિવારે વહેલી સવારથી વાદળો વચ્ચે સૂરજદાદા હોવાને લઈને ઠંડીની અસર જોવા મળી છે. બેઠી ઠંડી અને સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું છે. તો વાહન ચાલકો અને સ્કૂલના વિધાર્થીઓ પણ ઠંડીમાં ગરમ કપડાં પહેરીને સ્કૂલે જતા જોવા મળ્યા હતાં. ઠંડીની અસર રોડ પર જોવા મળી હતી અને દુર દૂર સુધી ધુમ્મસ જોવા મળ્યું હતું. ઠંડીને લઈને અવર જવર રોડ પર ઓછી જોવા મળી હતી.
- December 21, 2024
0
7
Less than a minute
You can share this post!
editor