દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

શારીરિક કસોટીમાં પસંદગી પામેલા ૩૦ જેટલા ઉમેદવારો આગામી એક મહિના સુધી તાલીમમાં ભાગ લેશે

બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઇચ્છુક યુવાનોને તૈયાર કરવાનો છે. ૨૧ બટાલિયન બી.એસ.એફ, દાંતીવાડા ખાતે યોજાયેલી આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કુલ ૩૦૭ ઉમેદવારો હાજર રહ્યા હતા. શારીરિક કસોટીઓ જેવી કે વજન, ઊંચાઈ, છાતી અને દોડમાં ઉત્તીર્ણ થયેલા ૩૦ ઉમેદવારોની આગામી એક માસ માટેની નિ:શુલ્ક નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમ દ્વારા યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને દેશ સેવાની તક મળી રહે તે અંતર્ગત તાલીમનું આયોજન કરાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *