થરાદ તાલુકાના મીયાલ ગામે રવિ સીઝનમાં સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો બન્યા અધિકારીઓ સામે લાલઘુમ

થરાદ તાલુકાના મીયાલ ગામે રવિ સીઝનમાં સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો બન્યા અધિકારીઓ સામે લાલઘુમ

થરાદ તાલુકાના મિયાલ ગામે રવિ સીઝનમાં પૂરતો વીજ પુરવઠો નહી મળતાં ખેડૂતો પરેશાન થતાં આખરે ફીડરના અધિકારી સામે લાલઘુમ બનવું પડ્યું હતું થરાદ તાલુકાના મિયાલ ગામે યુજીવીસીએલ ફીડર આવેલું છે પરંતુ ખેડૂતોને શિયાળુ સીઝનમાં સિંચાઈ માટે વીજ પાવર આપવા માટે કર્મચારીઓ તેમજ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે સમયસર વીજ પાવર આપવો નહી અને જો વીજ પાવર આપવામાં આવે તો વારંવાર વીજ પુરવઠો કાપી નાખવો જેથી ખેડૂત પરિવારોને છેલ્લા કેટલાય સમયથી હેરાન પરેશાન કરવામાં આવે છે.

જેથી ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ વીજ ફીડર ખાતે જઈ હાજર રહેલ અધિકારીને ત્તડાવવામાં આવ્યો હતો જેમાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી પરંતુ વીજ કર્મીઓના મોઢા ઉપર જરા પણ ખેડૂતોની વેદનાની અસર જોવા મળી નહોતી જેથી થરાદ પંથકમાં વીજ કર્મીઓ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે તો સ્થાનિક નેતાઓને આ બાબતે ખેડૂતોની વેદના જોઈને વીજ કર્મીઓ અધિકારીઓની શાન ઠેકાણે લાવી ખડુત પરિવારોને ન્યાય મળે તેવું ધરતીપુત્રો ઈચ્છી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *