તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો

તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો

(જી.એન.એસ) તા. 11

હૈદરાબાદ,

તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર આવ્યા છે જેમાં હવે તેમને પોતાનો શોખ પૂરો કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં રાજ્યમાં બીયરની કિંમતોમાં મોટો વધારો થયો છે. બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ કરાયેલા સુધારેલા ભાવ સરકારની નવી આબકારી નીતિ હેઠળ આવે છે, જેનો હેતુ દારૂના વેચાણમાંથી આવક વધારવાનો છે.

તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, તેલંગાણા દક્ષિણ ભારતમાં બીયરના કંઝપ્શન માટે સૌથી મોંઘા રાજ્યોમાંનું એક બની ગયું છે. બિયરના ભાવમાં આ વધારા સાથે, બિયરની નિયમિત 650 ml બોટલની કિંમત બ્રાન્ડના આધારે આશરે 170-180 રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે.

રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા નિર્દેશમાં તેલંગાણાના અગ્ર સચિવ (મહેસૂલ) એસ.એ.એમ. રિઝવીએ તેલંગાણા બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને ભાવ સમિતિની ભલામણોનો અમલ કરવા નિર્દેશ આપ્યો. તમને જણાવી દઈએ કે નિવૃત્ત જસ્ટિસ જયસ્વાલની આગેવાની હેઠળની પેનલે બિયરના ભાવમાં 15 ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને મંજૂરી આપ્યા બાદ સરકારે 11 ફેબ્રુઆરી 2025 મંગળવારથી સુધારેલી બીયર MRP લાગુ કરી દીધી છે.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *