ડીસામાં ચોરીના મોબાઈલનો ઉપયોગ કરવા બદલ બે શખ્સો સામે ફરિયાદ ખોવાયેલ કે ગુમ થયેલ મોબાઈલનો ઉપયોગ પણ ગેરકાયદે

ડીસામાં ચોરીના મોબાઈલનો ઉપયોગ કરવા બદલ બે શખ્સો સામે ફરિયાદ ખોવાયેલ કે ગુમ થયેલ મોબાઈલનો ઉપયોગ પણ ગેરકાયદે

ડીસા શહેરમાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ સવાલો ઉભા કરી રહ્યા હતા કે મોબાઈલ મળી જાય છે પરંતુ મોબાઈલની ચોરી કરનાર આરોપીઓ ઝડપાતાં નથી ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી. આઈ. વી. એમ. ચૌધરીએ ખોવાયેલ કે ગુમ થયેલ અને ચોરી થયેલ મોબાઈલનો બદ ઈરાદેથી ઉપયોગ કરનાર શખ્સો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસા દક્ષિણ પોલીસે હાલમાં બે મોબાઈલ શોધીને માલીકોને પરત સોંપ્યા બાદ ખોવાયેલ અને ગુમ થયેલ મોબાઈલનો બદઈરાદાથી ઉપયોગ કરનાર બે ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં પોતાને મળેલા મોબાઈલ પરત ન સોપી અને ગુમ થયેલ મોબાઈલનો નજીકના પોલીસ સ્ટેશન કે અરજદારનો કોઈપણ પ્રકારે સંપર્ક ન કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ નવું સીમકાર્ડ દાખલ કરી બદઈરાદાથી ઉપયોગ કરનાર ઈસમો મોહસીન મુસ્તુફા શેખ (રહે.રાજપુર રોડ, બી.ડી કામદાર સોસાયટી ભોપાનગર, ડીસા)  તેમજ કરણભાઈ બાબુભાઈ પુનડીયા (રહે. સંતોષી માતાના મંદીર પાછળ, ડીસા) સામે ફરિયાદ નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *