ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચશ્રી મહેન્દ્રસિંહ પી. ગોહિલ તથા તલાટી-કમ મંત્રીશ્રી શૈલેષભાઈ ડી. સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચશ્રી મહેન્દ્રસિંહ પી. ગોહિલ તથા તલાટી-કમ મંત્રીશ્રી શૈલેષભાઈ ડી. સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

(જી.એન.એસ) તા. ૪

નવી દિલ્હી/ભાવનગર,

ભાવનગર જિલ્લાના પાંચ ગામ તથા તેમના એલ ઓ તરીકે તલાટી કમ મંત્રી શ્રી શૈલેશભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ત્રણ દિવસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પ્રાપ્ત કર્યું છે. આ કાર્યક્રમ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત અને ગ્રામીણ વિકાસને વધુ સારી રીતે વેગ મળે તે માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સરપંચો માંથી વાવડી ગામના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી માટે આ એક મોટી ગૌરવની વાત છે. આ તાલીમથી વાવડી ગામના વિકાસ કાર્યોમાં વધુ અસરકારક અને લોકજાગૃતિ મળે તે રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન અને અનુભવ મળશે. વાવડી ગામ માટે આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણી શકાય કારણ કે તેમના બે પ્રતિનિધિ રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *