ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૧૮ થી ૨૧ માર્ચના રોજ એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે

ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૧૮ થી ૨૧ માર્ચના રોજ એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે


મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન

(જી.એન.એસ) તા.15

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.    

જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૨૦ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૨૧ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પ વિધાનસભા સંકુલના ચોથા માળે સવારે ૮:૩૦ કલાકથી કાર્યરત થશે.

આ મેડિકલ કેમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે. જેમાં જરૂરિયાત મુજબ બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ અને વ્યક્તિ ચકસ્યા બાદ જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાય તો તે માટે GMERS, મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.

તદપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે. આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે, એમ કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *