ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષા અંગે જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, માર્ચ મહિનાનાં અંતમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં લેખિત પરીક્ષા લેવાઈ શકે છે. જણાવી દઈએ કે, 31 જાન્યુઆરી, 2025 સુધીમાં શારીરિક પરીક્ષા લેવાઈ હતી.

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી છે. શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ-2025 નાં છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ-2025 માં યોજાઈ શકે છે. જણાવી દઈએ કે 31, જાન્યુઆરી-2025 ના રોજ શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષાની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે અંદાજિત તારીખની જાહેરાત થતાં ઉમેદવારો પરીક્ષાની પૂરજોશ તૈયારી શરૂ કરી શકે છે.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *