ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ


ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની

માંગરોળ, જામનગર, દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો, બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ

(જી.એન.એસ) તા.4

ગાંધીનગર,

ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હજુ સુધી ચોમાસાએ વિદાય લીધી નથી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જ શકયતાઓ છે પરંતુ હવે ગુજરાતના માથે વધુ એક ઘાત તોળાઇ રહી છે. અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી. તે હવે વાવાઝોડું બની ગઇ છે. એટલું જ નહીં આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શકયતાઓ છે.

 ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમાચાર બાદ ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. એક બાજુ ખેડૂતોનો ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને તેને ઉતારવાની ચિંતા છે તો બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જેના કારણે ખેડૂતોનો મહેનતથી તૈયાર કરાયેલો પાક બગડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આવી પરિસ્થિતિ થાય તો જગતના તાતને રોવાનો વારો આવી શકે છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડીપ ડિપ્રેશન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિમી પશ્ચિમ દૂર છે. આગામી થોડા કલાકો દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. ત્યાર બાદ, તે શરૂઆતમાં લગભગ પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે.

આગામી 24 કલાકમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જશે અને પછી જો ગુજરાત તરફ વાવાઝોડું આવશે તો પછી ગુજરાતની ચિંતા વધી શકે છે. ભારે વરસાદના કારણે પહેલે થી જ ખેડૂતો ચિંતીત બન્યા છે ત્યારે જો હજુ પણ વાવાઝોડાના કારણે વરસાદ આવશે તો પછી સ્થિતિ ખુબ જ ખતરનાક થઇ શકે છે.

હવામાન વિભાગ મુજબ, ‘શક્તિ’ વાવાઝોડાની અસરને લઈને આગામી 8-9 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ અને 9 ઑક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

જ્યારે આગામી 10 ઑક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

શક્તિ વાવાઝોડાની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપવામાં આવી છે. 

બીજી તરફ જામનગરના બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ 10 કિમી પ્રતિ કલાકની ગતિએ વાવાઝોડું આગળ વધે છે. દરિયો ખેડવા ગયેલ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ મુજબ, શનિવારે (4 ઓક્ટોબર) આગામી અમુક દિવસો ચક્રવાતના પ્રભાવથી મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના કેટલાક સ્થળોએ ભારે પવન અને વરસાદ થવાની શક્યતા છે. જેમાં પૂર્વ વિદર્ભ અને મરાઠવાડા જેવા આંતરિક જિલ્લાઓમાં 4 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદને કારણે ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. ઓડિશા પરના બીજા ઓછા દબાણવાળા ક્ષેત્રમાં પણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *