(જી.એન.એસ) તા. 22
નવી દિલ્હી/વડોદરા,
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બીજા ક્રમે હર્ષિતા ગોયલ ગુજરાતનાં વડોદરાની રહેવાસી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1129 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (IAS) ની 180 જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (IFS) ની 55 જગ્યાઓ અને ભારતીય પોલીસ સેવા (IPS) ની 147 જગ્યાઓનો સમાવેશ થાય છે.
UPSC ટોપર શક્તિ દુબે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છે. તાજેતરમાં, એક મોક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ચહલે એકેડેમીને જણાવ્યું કે તેણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તેમણે બનારસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને ત્યાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો. શક્તિએ 2018 માં UPSC ની તૈયારી શરૂ કરી હતી અને હવે તેની મહેનત સફળ થઈ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી.
ભારતમાં બીજો ક્રમ મેળવનાર હર્ષિતા ગોયલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ યુપીએસસી માટે અમદાવાદની સ્પીપામાં તૈયારી કરી હતી. એક ઇન્ટરવ્યૂમા તેણે કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજો ક્રમ મળ્યો છે. મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ છે.
તેણે કહ્યું હતું કે મેં જ્યારે સીએની ડીગ્રી લીધી ત્યાં સુધી યુપીએસસી પરીક્ષા અંગે વિચાર્યું ન હતું. એ પછી મારા પિતાની પ્રેરણાથી મેં સિવિલ સર્વિસનો અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું. પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય. તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૂરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ.
હર્ષિતાએ કહ્યું હતું કે મેં સોશિયલ મીડિયા બંધ નહોતું કર્યું. એવું નથી કે સોશિયલ મીડિયા મૂકતાં જ કરે છે તેના પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે અવાજે એક એકાઉન્ટના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમારું જો તમારા મન પર નિયંત્રણ હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જો તમે એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.
મહત્વનું છે કે, યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં બીજા ક્રમે હર્ષિતા ગોયલ, ચોથા ક્રમે શાહ માર્ગી આવી છે. જ્યારે 30માં ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. કુલ 1009 ઉમેદવારો UPSC પાસ થયા છે.
દિવ્યાંગ શ્રેણીમાંથી 45 ઉમેદવારોની પસંદગી, આ વખતે, PwBD શ્રેણી હેઠળ કુલ 45 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 12 PwBD-1 (દૃષ્ટિહીન), 8 PwBD-2 (શ્રવણહીન), 16 PwBD-3 (ગતિશીલતા ક્ષતિ) અને 9 PwBD-5 (અન્ય વિકલાંગતા) છે. આ પરિણામ માત્ર એક સફળતાની વાર્તા નથી પણ વિવિધતા અને સમાવેશ તરફ એક સકારાત્મક સંકેત પણ છે. પસંદ થયેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.


