ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, ઓવરફ્લો થવાથી હવે માત્ર 1.92 મીટર જ દૂર


આવનારા વર્ષ પણ રાજ્યમાં નહીં સર્જાય પાણીની કટોકટી

(જી.એન.એસ) તા. ૩૦

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે, આવનારા વર્ષ પણ નહીં સર્જાય પાણી ની કટોકટી કેમ કે, છેલ્લાં 7 દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

શનિવારે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.

છેલ્લા 48 કલાકમાં ડેમની સપાટીમાં લગભગ 24 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં હાલ 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક નોંધાઈ છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8850.40 MCM છે.

ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત, RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નદીમાં પાણી છોડવામાં આવતાં, નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *