ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ પ્રદાન કરવા રાજ્યની મહાનગરપાલિકાઓમાં વિકસિત થશે થીમ-આધારિત ‘નમો ગૌરવ પાર્ક’


(જી.એન.એસ) તા. ૨૭

ગાંધીનગર,

₹100 કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે

પાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે

છોડવાં અને વૃક્ષોના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશે

ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવા માટે ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ-આધારિત ‘નમો ગૌરવ પાર્ક’ વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આવા થીમ આધારિત પાર્ક વિકસિત કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત બજેટ 2026-27માં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ ₹20 કરોડની રકમની ફાળવણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, થીમ આધારિત પાર્ક બહુવિધ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં રમત-ગમત, ફિટનેસ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઇકોલોજી, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા પાર્ક ફક્ત શહેરી વિસ્તારોમાં રહેવા માટેના માહોલને વધુ બહેતર જ નથી બનાવતા, પરંતુ ગ્રીન કવરમાં વધારો કરીને, બાયોડાયવર્સિટીને પ્રોત્સાહન આપીને અને માઇક્રોક્લાઇમેટિક પરિસ્થિતિઓમાં સુધાર કરીને ક્લાઇમેટ એટલે કે આબોહવા જાળવણીને પણ સહયોગ કરે છે.

નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાના ઉદ્દેશ-
થીમ આધારિત નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાનો ઉદ્દેશ શહેરીજનોની મનોરંજન અને સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરતા સલામત, સમાવિષ્ટ અને વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્થળોનું નિર્માણ કરવાનો છે. આ પહેલ થકી બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો એમ તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે જ, આ પાર્કમાં વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ માટેના ઝોન્સ બનાવવામાં આવશે જે શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. પાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે. વધુમાં, આ પાર્ક વિકસિત કરવાનો એક ઉદ્દેશ સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ વૃક્ષો અને છોડવાંઓના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ દ્વારા શહેરી ઇકોલોજીમાં વધારો કરવામાં આવશે, તેમજ ગ્રીન કવરમાં વધારો, જળ સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકીકૃત કરીને હવામાનની સ્થિતિસ્થાપકતામાં પણ સુધારો કરવામાં આવશે. આ પાર્કના નિર્માણ થકી શહેરી જીવનની એકંદર ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.

નમો ગૌરવ પાર્કમાં સમાવિષ્ટ વિવિધ કોમ્પોનેન્ટ્સ-
નમો ગૌરવ પાર્કમાં વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જેમાં ચિલ્ડ્રન પ્લે ઝોન્સ, થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોન, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયા, , રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસ, વૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સ, પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટી તેમજ સ્માર્ટ પાર્ક ફીચર્સનો સમાવેશ થાય છે.

ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો માટે રમત-ગમતના સાધનો હશે, તો થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર અને ફૂલોની ક્યારીઓ, થીમ આધારિત શિલ્પો અને કલાકૃતિઓનું સ્થાપન તેમજ બટરફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન વગેરે હશે, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ એરિયામાં ઓપન જીમ, જોગિંગ અને વૉકિંગ ટ્રેક્સ તેમજ બેડમિંટન, વૉલીબોલ જેવી રમતો માટેનો એરિયા હશે, રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસમાં ઓપન એર એમ્ફિથિયેટર અથવા પર્ફોર્મન્સ માટેના સ્ટેજ, યોગ અને મેડિટેશન માટે લૉન બનાવવામાં આવશે, વૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફીચર્સમાં નાનકડા તળાવ, ફુવારાઓ, હરિત વિસ્તારો માટે ટપક સિંચાઈ, વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ વગેરે વિકસિત કરવામાં આવશે, પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટીમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છ જાહેર શૌચાલયો, બેસવા માટે બેન્ચીસ અને ગઝેબો તેમજ દીવ્યાંગો માટે સુવિધાજનક રસ્તાઓનો બનાવાવમાં આવશે, જ્યારે સ્માર્ટ પાર્ક ફીચર્સમાં ગાર્ડનને સૌર ઊર્જાથી સંચાલિત કરવા, વાઇ-ફાઇની સુવિધા, સેન્સર આધારિત લાઇટિંગ સિસ્ટમ, ડિજિટલ ઇન્ફોર્મેશન સાઇનેજિસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

આવા થીમ આધારિત નમો ગૌરવ પાર્કનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા થયેલા વ્યૂહાત્મક શહેરી રોકાણોને પ્રદર્શિત કરે છે, જે શહેરી જીવનના પર્યાવરણીય, મનોરંજન અને સામાજિક-સાંસ્કૃતિક પરિમાણોને મજબૂત બનાવે છે. આ પહેલ રાજ્યના સમાવિષ્ટ, પ્રજાલક્ષી અને આબોહવા-સ્થિતિસ્થાપક શહેરી વિકાસના વિઝનને ટેકો આપે છે, અને સાથે જ મહાનગરપાલિકા વિસ્તારોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ માં વધારો કરે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *