ગુજરાતના વડોદરામાં નશાની હાલતમાં અકસ્માત કરનાર PSI વાય.એચ પઢિયારને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

ગુજરાતના વડોદરામાં નશાની હાલતમાં અકસ્માત કરનાર PSI વાય.એચ પઢિયારને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ


(જી.એન.એસ) તા. 25

વડોદરા,

ગુજરાતના વડોદરા જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે જેમાં કારેલીબાગ વિસ્તારમાં છાણી બ્રિજ પાસે શનિવારે રાત્રે એક કાર ચાલકે કોઇ GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને અન્ય એક યુવકની એક્ટિવા એમ ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા. સદનસીબે તમામનો બચાવ થયો હતો. જ્યારે કારના આગળના ભાગને નુકસાન થયું હતું. ઘટના બાદ નર્મદા જિલ્લા SPએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા અને અકસ્માત સર્જનાર પીએસઆઈ વાય.એચ. પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.

આ બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને તપાસ કરતાં કારમાં પીએસઆઇ વાય.એચ. પઢીયાર નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. તે દાદાગીરી પણ કરવા લાગ્યો અને એક યુવકને લાફો મારીને થાય તે કરી લેવા કહ્યું હતું. અકસ્માત બાદ પણ સ્થાનિકો સાથે કરી હતી ઝપાઝપી. પીએસઆઈની કારમાંથી મળી આવી હતી દારૂની બોટલો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં તરત જ સ્ટાફ દોડી આવ્યો હતો અને વર્દીધારી પીએસઆઇને કાર સાથે પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ શરૂ કરાઇ હતી. લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કારમાં દારૂની બોટલો પણ હતી.

આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસમાં જોડાયા હતા. આ પીએસઆઇનું નામ વાય.એચ. પઢિયાર હોવાનું અને હાલમાં નર્મદા જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જતા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *