ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ; અનેક જિલ્લાઓમાં રસ્તા પાણીમાં ગરકાવ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ; અનેક જિલ્લાઓમાં રસ્તા પાણીમાં ગરકાવ


(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર/અમદાવાદ,

ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.

આજથી લઈને કાળ સુધી હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું.

હવામાન વિભાગની આગાહી બાદ માછીમારોને આગામી 3 થી 4 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. 

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. તથા 10 જળાશયો એલર્ટ પર તો 9 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. 9 જળાશયો 100 ટકા તો 25 જળાશય 70થી 100 ટકા ભરાયા છે. રાહત બચાવ માટે NDRF અને SDRFની ટીમ ડિપ્લોય કરાઈ છે. વરસાદને કારણે રાજ્યમાં હાલ 153 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે.

નર્મદામાં સરદાર સરોવર ડેમમાં નવાનીરની આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પર પહોંચી છે. તથા RBPH, CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે. RBPHના 4 અને CHPHનો 1 પાવર હાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં પણ 33 હજાર ક્યુસેક પાણી આવ્યું છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. તથા મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. જેમાં ડેમના 6 ગેટ 1.20 મીટરે ખોલવામાં આવ્યા છે.

દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું

50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. તથા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેથી નીચાણવાડા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે સાપુતારા ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો છે. પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં કોતરો અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. વરસાદ વચ્ચે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર થયા છે. વલ્લભીપુરના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કેરી નદી ઉપર આવેલો કોઝવે વરસાદમાં ધોવાયો છે. કેરી નદીના પાણીના કારણે રસ્તાનું ધોવાણ થયુ છે. આર.સી.સી વાળા રસ્તોનું ધોવાણ થતા લોકોને હાલાકી પડી રહી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *