ખાનગી બસમાં રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

રાજસ્થાનથી અમદાવાદ દારૂની ખાનગી બસમાં હેરાફેરી કરતી હતી 14 મહિલાઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ધરપકડ બાદ પોલીસ તપાસ મુજબ મહિલાઓ પોતાના સામાનમાં દારૂની બોટલનો જથ્થો ભરીને અમદાવાદ લાવતી હતી અને અહીંયા ઊંચી કિંમત દારૂનું વેચાણ કરતી હતી તેમ કબૂલ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રન્ચે 14 મહિલાઓ પાસેથી કુલ રૂપિયા 99,400ની કિંમતની 899 દારૂની બોટલ કબ્જે કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

આ અગાઉ પણ વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોનો સપાટો બોલાવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂનું એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 4 કન્ટેનરમાંથી 2123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એકની ધરપકડ કરાઈ છે.

ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈવે ઉપર હોર્ન ઓકે હોટેલ સામે મલીયાસણ ગામ નજીક ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી SMC ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂ.47,84,630 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં 12,598 દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.1,870 રોકડા મળીને કુલ રૂ. 72,91,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી અને દારૂનો જજ્ઝો મોકલનારા સહિત પાંચ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કુવાવડા રોડ પોલીસ કરી રહી છે.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *